અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટીના ૪૬માં સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ પ્રમુખ અને ભાવનગરના પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કાર્યકર્તાઓને સંબોધતા લોકસભામાં માત્ર ૨ બેઠકોથી શરૂ કરીને ૨૮૨ સુધી પહોંચવાની સંઘર્ષ ગાથા અને પક્ષના નેતાઓના બલિદાનની વાતો પોતાની આગવી શૈલીમાં વર્ણવી હતી.તેમણે ડા. શ્યામાપ્રસાદ મુખર્જી, પંડિત દીનદયાળ ઉપાધ્યાય, અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીથી લઈને નરેન્દ્રભાઈ મોદી સુધીની પક્ષની સફરને સરળ ભાષામાં રજૂ કરી હતી. આ તકે પ્રદેશ ભાજપ કિસાન મોરચાના પ્રમુખ હિરેન હીરપરાએ જણાવ્યું હતું કે, ભાજપ એ કાર્યકરોના બળે જ ઊભી થયેલી પાર્ટી છે.ઉલ્લેખનીય છે કે, સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ અને સ્વાયત્ત વિચારધારા માટે વર્ષ ૧૯૫૧માં ‘જનસંઘ’ની સ્થાપના થઈ હતી. ત્યારબાદ ‘જનતા પક્ષ’માં વિલીનીકરણ બાદ, ૬ એપ્રિલ ૧૯૮૦ના રોજ મુંબઈના સમતા નગરમાં અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ કિસાન મોરચાના પ્રમુખ હિરેનભાઈ હીરપરા, અમરેલી જીલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ શરદભાઈ લાખાણી, જીલ્લા ભાજપના ઉપપ્રમુખ અને કાર્યક્રમના ઇન્ચાર્જ મનોજભાઈ મહીડા, ઉપપ્રમુખ મેહુલભાઈ ધોરાજીયા, દિલીપભાઈ જોષી, જીલ્લા ભાજપના મંત્રી પ્રવિણભાઈ સાવજ, રંજનબેન ડાભી, ક્રિશ્નાબેન મકવાણા, કોષાધ્યક્ષ મહેશ જાવિયા, જીલ્લા યુવા મોરચાના પ્રમુખ ચેતન ધાનાણી, જીલ્લા મહિલા મોરચાના પ્રમુખ અલ્કાબેન ગોંડલિયા, જીલ્લા કિસાન મોરચાના પ્રમુખ મુકેશ ખોખરીયા, જીલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ સગર સરવૈયા, જીલ્લા અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખ સંદીપ સોલંકી, પૂર્વ ધારાસભ્ય મનસુખભાઈ ભુવા, જીલ્લા ભાજપના આગેવાનો ભુપેન્દ્રભાઈ બસીયા, ભાવનાબેન ગોંડલિયા, પુનાભાઈ ગજેરા, જીતુભાઈ ડેર, મુકુન્દભાઈ મહેતા, રેખાબેન માવદીયા, કાળુભાઈ ફીંડોળીયા, ખોડાભાઈ ભુવા, રવુભાઇ ખુમાણ, અરવિંદભાઈ ચાવડા, કિશોરભાઈ રેણુકા, પ્રકાશભાઈ કારિયા, કેતનભાઈ ઢાંકેચા, ભયલુભાઈ વાળા, ચિરાગ ચાવડા, દીલાભાઈ વાળા ઉપરાંત જીલ્લાના બધા મંડળોના પ્રમુખો/ મહામંત્રીઓ તેમજ તેમની ટીમ સહીત બહોળી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન દિવ્યેશ વેકરીયાએ કર્યું હતું તેમ જીલ્લા ભાજપ મીડિયા સેલના કન્વીનર વિપુલ ભટ્ટીએ જણાવ્યું છે.









































