અમરેલી જિલ્લા ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ અતુલભાઈ કાનાણીએ ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણીના અમરેલી સ્થિત નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી હતી.
દિલીપભાઈએ મહાકુંભ પ્રસાદ, ગંગાજળ અને માળા પહેરાવીને તેમનું સન્માન કર્યું હતું. તેમણે સૌને સાથે રાખી પક્ષને વધુ મજબૂત બનાવવા માટે શુભકામના આપી હતી.
આ અવસરે અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા અને જિલ્લા ખરીદ વેચાણ સંઘના અધ્યક્ષ જયંતિભાઈ પાનસુરિયા હાજર રહ્યા હતા.