અમરેલી જિલ્લા બક્ષીપંચ મોરચાની કારોબારી બેઠક પ્રમુખ રાજુભાઈ ભુતૈયાના અધ્યક્ષસ્થાને મળી હતી.આ બેઠકમાં પ્રધાનમંત્રીએ ૮ વર્ષના કાર્યકાળમાં લીધેલા ઐતિહાસિક નિર્ણય અને કલ્યાણકારી યોજનાઓ વિશે જાણકારી આપવામાં આવી હતી. આ બેઠકમાં પ્રદેશ બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ જે.કે.ચાવડા, મયુરભાઈ માંજરીયા સહિત જિલ્લા બક્ષીપંચ મોરચાના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યાં હતા.