અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે. જેમાં રજૂઆત કરાઇ છે કે, શિક્ષકોની જૂની પેન્શન યોજના ચાલુ કરવી, ૭મા પગારપંચના લાભો આપવા સહિત વિવિધ માંગણીઓને લઇ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.