અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષકોની શરાફી સહકારી મંડળી દ્વારા આજરોજ ૯૬ મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન મંડળીના પ્રમુખ ધીરુભાઈ કોટડીયાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવેલ હતું. જેમાં બહોળી સંખ્યામાં સભાસદ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ગુજરાત વિધાનસભાના મુખ્ય નાયબ દંડક કૌશિકભાઇ વેકરીયા, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરપર્સન રમીલાબેન બી. ધોરાજીયા, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સોલંકી તેમજ આજના ભોજન સમારંભના દાતા કેતનભાઇ ધોળકિયા (નીલકંઠ જ્વેલર્સ) અને વિવિધ શિક્ષક સંઘના પ્રતિનિધિઓની હાજરીમાં આજની સભામાં સભાસદોના કલ્યાણ માટે ઘણી બધી મહત્વની જાહેરાતો કરવામાં આવી હતી. જેમાં ધિરાણ પર વ્યાજ દરમાં ઘટાડો, સભાસદ આકÂસ્મક મૃત્યુ સહાય, આકÂસ્મક લોન, ફરજીયાત બચત સહિત સભાસદોનાં હિતમાં નાના મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા.
સ્વાગત પ્રવચન હિતેશભાઈ સોરઠીયાએ કર્યું હતું, મંચસ્થ મહાનુભાવોનું સ્વાગત શાલ પુષ્પ અને મોમેન્ટોથી મંડળીના ઉપાધ્યક્ષ પ્રતાપભાઈ બસિયા ધારી, કારોબારી સભ્ય હિતેશભાઈ સેંજળિયા, બાબરા, ધીરુભાઈ ઠુમ્મર, લીલીયા, ગીરિરજભાઈ આસોદરિયા, બગસરા, દયાબેન કાવઠિયાએ કર્યું હતું. ગત સાધારણ સભાની કાર્યવાહી વાંચન વિપુલભાઈ ત્રિવેદીએ કર્યું હતું. વાર્ષિક હિસાબ ચંદુભાઈ સાવલિયા, કુંકાવાવ એ રજૂ કર્યો હતો. ચોખ્ખા નફાની ફાળવણી વિગત ચંદ્રેશભાઇ હીરપરા, ખાંભાએ રજૂ કરી હતી. અંદાજ પત્ર મનસુખભાઈ વસ્તાણીએ રજૂ કર્યુ હતું. કારોબારીએ કરેલ ઠરાવો હિરેનભાઈ પટેલે રજૂ કર્યા હતા. વ્યાજદર ઘટાડવા માટેનો મુદ્દો રસિકભાઈ મહેતાએ રજૂ કર્યો હતો. લાન મર્યાદા વધારવા બાબત અને ૦ ટકા લોન યોજનાની જાહેરાત પ્રમુખ ધીરૂભાઇએ કરી હતી. કાર્યક્રમમાં સ્ટેજ સંચાલન હરેશભાઈ રૂપાલા, ભાવેશભાઈ આખજા, સંજયભાઈ વસાણીએ કર્યું હતું. ભોજન વ્યવસ્થા જવાબદારી પ્રવીણભાઈ કસવાલા, ભગીરથભાઈ ગોહેલે નિભાવી હતી. સમગ્ર વ્યવસ્થાની દેખરેખ બાબુભાઈ કાલરીયા અને ઇન્નોવેશન ગ્રુપ દ્વારા કરવામાં આવી હતી.