બાબાસાહેબ આંબેડકરની ૧૩૪મી જન્મદિનની ઉજવણી નિમિત્તે અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષક મંડળ SC/ST અને અમરેલી જિલ્લા અનુ.જાતિ શિક્ષક મંડળી દ્વારા ચિત્ર સ્પર્ધા, વેશભૂષા, વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આયોજક મિત્રો દ્વારા એક સરખો વ્હાઈટ ટીશર્ટ બ્લુ જીન્સ ડ્રેસ કોડ રાખવામાં આવેલ હતો. જિલ્લા સહકારી સંઘના પ્રમુખ મનીષભાઈ સંઘાણી, રજનીભાઇ મકવાણા અમરેલી જિલ્લા શિક્ષક મંડળ SC/ST, જે.પી. ભાસ્કર મહામંત્રી જિલ્લા મંડળ SC/ST, તુષાર જોશી નગર શિક્ષણ સમિતિ ચેરમેન, જી.એસ. સોલંકી નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી, શ્રીમાળી શરદભાઈ TPEO અમરેલી, નીતિનભાઈ ચાવડા BRC, મુકેશભાઈ બગડા જિલ્લા પંચાયત સભ્ય, શંભુભાઈ મહિડા જિલ્લા પંચાયત સભ્ય, સંદીપ સોલંકી મહામંત્રી જિલ્લા મોરચો, હીરાભાઈ મકવાણા મહામંત્રી અમરેલી શહેર મોરચો, પ્રવીણભાઈ ચાવડા ચેરમેન તાલુકા પંચાયત, મહેન્દ્રભાઈ ચાવડા, જીતુભાઇ બથવાર, હરિભાઈ, દાતાઓ, હેમુભાઈ ચાવડા, ભદ્રેશભાઈ, નીલકંઠ જવેલર્સ, વ્રજ જવેલર્સ, પરફેક્ટ પાવર સોલ્યુશન, વિમલ જોગદીયા, હરજીભાઈ દાફડા સહિતના મિત્રોએ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. અમરેલી શહેરમાં પ્રથમ વખત આ રીતે બાળકોએ મોટી સંખ્યામાં સ્પર્ધામાં ભાગ લીધો હતો.