અમરેલી તેમજ સાવરકુંડલા, રાજુલા શહેર સહિતના લોકસભા મતવિસ્તારોમાં અમરેલી જીલ્લા પોલીસ વડા હિમકરસિંહ દ્વારા લોકસભા ચૂંટણીને અનુલક્ષી ફ્‌લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. ચૂંટણીને લઇ શહેરમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે ફ્‌લેગ માર્ચ યોજાઇ હતી. આ ફ્‌લેગ માર્ચમાં એલસીબી, એસઓજી સહિત જિલ્લાની પોલીસ ટીમ તેમજ વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારના અધિકારીઓ પીઆઇ, પીએસઆઇ સહિત મોટી સંખ્યામા પોલીસ કાફલા જોડાયા હતા.