રાજ્યમાં વ્યાજ વટાઉ નાબુદી ઝુંબેશના ભાગરૂપે ગેરકાયદેસર નાણા ધીરધાર કરનાર ઈસમો વિરૂધ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે. જરૂરિયાતમંદ લોકો જાણકારીના અભાવે બેંકમાં લોન લેવા જતા નથી અથવા તો અપુરતા ડોક્યુમેન્ટસને કારણે તેમને લોન મળતી નથી જેથી નાછુટકે ઉંચા દરે વ્યાજ નાણા મેળવતા હોય છે.
આવી પરિસ્થિતના ઉકેલ માટે ભાવનગર રેન્જ આઈ.જી. ગૌતમ પરમાર દ્વારા નાણાની જરૂરિયાતગવાળા માણસોને સહેલાઈથી અને વ્યાજબી વ્યાજદરે નાણા મળી રહે તેવી વ્યવસ્થા મરવા સુચના આપવામાં આવેલ છે, જે અન્વયે અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ તથા ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક વલય વેદ્યનારોની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લા પોલીસ પરિવાર દ્વારા આગામી તા.૦૯/૧૧ના રોજ કલાક ૧૧ઃ૦૦ વાગ્યે અમરેલી પોલીસ હેડ ક્વાર્ટર્સ ખાતે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાષ્ટ્રીયકૃત બેંકો તથા સહકારી બેંકોના પ્રતિનિધીઓ, જિલ્લા ઉદ્યગકેન્દ્રના અધિકારઓ તથા જિલ્લામાં આ પ્રકારની લોન સહાય આપતા અન્ય સહકારી વિભાગોના પ્રતિનિધિઓ હાજર રહેનાર છે. અમરેલી, જિલ્લાની જાહેર જનતાને લોન લેવા ઈચ્છુક અથવા તો ભવિષ્યમા લોન લેવા માટે ઈચ્છા ધરવતા હોય તેવા માણસોએ આ લોન મેળામાં હાજર રહી લોન મેળાનો લાભ લેવા જાણ કરવામાં આવે છે.