અમરેલી જિલ્લા પોલીસના વાર્ષિક ઈન્સ્પેક્શન દરમિયાન ભાવનગર રેન્જ વડા આઈજીપી અશોકકુમાર દ્વારા જિલ્લા જેલની મુલાકાત કરવામાં આવી હતી. ત્યારે જેલની વિઝીટ દરમિયાન નવતર પ્રયોગ હાથ ધરાયો હતો. જેમાં રેન્જ વડાએ આધુનિક ટેક્‌નોલોજીનો ઉપયોગ કરીને ભાવનગર રેન્જના ડ્રોન કેમેરાની મદદથી અમરેલી જિલ્લા જેલના પરિસરની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી અને જેલમાં કોઈ અસામાજિક પ્રવૃતિ થવાનો અવકાશ ન રહે તે અંગેની ખાતરી કરી હતી. તથા અમરેલી પોલીસ અધિક્ષક તથા અન્ય પોલીસ અધિકારીઓને સાથે રાખી જેલમાં રહેલ સીસીટીવી કેમેરા સીસ્ટમ ચેક કરી હતી અને જેલમાં કોઈ પ્રતિબંધિત વસ્તુઓ દાખલ ન થાય તે માટે પુરતી તકેદારી રાખવા જેલના અધિકારીને સુચના આપી જેલની સલામતી સુરક્ષા વ્યવસ્થા અંગે સમીક્ષા કરી હતી.