બાબરા તાલુકાનું છેવાડાનું ગામ એવા તાઈવદર ગામે વિકાસના કામોની મુલાકાત માટે જિલ્લા પંચાયતના જાગૃત સદસ્ય પ્રભાતભાઈ કોઠીવાળ તથા તાલુકા પંચાયત કારોબારી ચેરમેન વિઠ્ઠલભાઈ‌ ગ્રાભડિયા આવ્યા હતા. પ્રવાસ દરમિયાન તાઇવદર ગામે લઘુમતી સમાજના કબ્રસ્તાનમાં કરેલ પાણીનો બોર તથા ઈલેક્ટ્રિક મોટર પાઇપ લાઇન વિગેરેનું કામ પૂર્ણ થતાં પ્રભાતભાઈ કોઠીવાળ તથા અન્યઆગેવાનોનું ફૂલહાર તેમજ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. બાબરાથી પધારેલા લઘુમતી અગ્રણી મુસાભાઈ પરમારને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.આ તકે બાબરા લઘુમતી અગ્રણી મુસાભાઈ, તાઇવદરના અગ્રણીઓ વસુભાઈ ભરવાડ, મુંજાવર નશરૂદિન બાપુ, પીરમાભાઈ, તાજખાભાઇ, નૂરખાભાઇ, હબીબખા, સલીમખા, સાહિલખા, ઇકબાલખા, યુનુસખા, વસીદખા વિગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.