જિલ્લામાં અનેક ખેડૂતો પરંપરાગત કૃષિ પદ્ધતિ છોડીને ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ તરફ વળ્યા છે. આત્મા અમરેલી અને કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ સમયાંતરે વિવિધ વિષયને આવરી તાલીમનું આયોજન કરે છે. અમરેલી જિલ્લા સેવા સદન ખાતે નિવાસી અધિક કલેકટર ગોહિલના અધ્યક્ષ સ્થાને યોજાયેલ બેઠકમાં, જિલ્લામાં થતી પ્રાકૃતિક કૃષિલક્ષી વિવિધ કામગીરી બાબતે ચર્ચા કરવામાં આવી હતી. ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ થકી જમીનની ફળદ્રુપતા વધારી શકાય છે, વધુ પાક ઉત્પાદન પ્રાપ્ત કરી શકાય છે. પ્રાકૃતિક કૃષિ અભિયાન અન્વયે યોજાયેલ બેઠકમાં અમરેલી જિલ્લા આત્મા પ્રોજેક્ટ અધિકારી-કર્મચારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.