રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ (NTCP) હેઠળ ૬ જૂનના રોજ ગાંધીનગર ખાતે યોજાયેલ એક દિવસીય વર્કશોપ કમ રિવ્યુ મિટિંગમાં અમરેલી જિલ્લા તમાકુ નિયંત્રણ સેલને ઓવરઓલ એક્સેલન્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે. આ મિટિંગમાં રાજ્યના ૩૩ જિલ્લાના કાઉન્સેલર અને સોશિયલ વર્કરની તમાકુ નિયંત્રણ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. અમરેલી જિલ્લામાં તમાકુ નિયંત્રણના પ્રયાસોમાં ઉત્કૃષ્ટ યોગદાન અને કાર્યક્રમના અમલીકરણમાં એકંદર શ્રેષ્ઠતા બદલ અમરેલી જિલ્લાના કાઉન્સેલર રિયાઝભાઈ મોગલ અને સોશિયલ વર્કર નરેશભાઈ જેઠવાને રાજ્યકક્ષાના અધિકારીઓની હાજરીમાં આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.





































