અમરેલી જિલ્લા જેલ વધુ એક વખત ચર્ચામાં આવી છે. જેલમાં મોબાઇલ પર પ્રતિબંધ હોવા છતાં કેટલાક આરોપીએ સેટિંગ કરીને વીડિયો ક્લિપ બનાવી અપલોડ કરી હતી.
આ અંગે અમરેલી જિલ્લા જેલમાં જેલસહાયક તરીકે નોકરી કરતાં ભાવીનકુમાર વિનોદભાઈ ઢોકળીયા (ઉ.વ.૨૫)એ જેલમાં સજા કાપતાં આરોપી મેહુલભાઈ લાલજીભાઈ પારખીયા તથા વીડિયો ઉતારનાર અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ બંને જણાએ અમરેલી જિલ્લા જેલના મુખ્ય ગેઇટ સામે ઉભા રહીને “આયા તેરા બાપ” એવા ફિલ્મી ગીત સાથેનો બાંયો ચડાવતો અને પોતે માથાભારે શખ્સ છે તેવું દર્શાવતી વીડિયો કલિપ બનાવી હતી. જે બાદ ઈન્સ્ટાગ્રામ આઈડી પરથી લોકોમાં ભય ફેલાવાના ઈરાદે અપલોડ કરી હતી. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર જે.જે.ચૌધરી વધુ તપાસ કરી રહ્યા છે.