અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકૂંજ હરિદ્વારથી દેવ
સંસ્કૃતિ વિશ્વ વિદ્યાલયના કુલપતિ તેમજ આયુષ મંત્રાલય ભારત સરકાર સલાહકાર સમિતિના સભ્ય ડો.ચિન્મય પંડ્યા આજરોજ અમરેલી જિલ્લામાં ગાયત્રી પરિવારના વિવિધ કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા. અમરેલી ગાયત્રી શક્તિપીઠના ફાઉન્ડર જે.વી. આચાર્યનું છ માસ પહેલા નિધન થતા ડો.ચિન્મય પંડ્યાએ તેમના નિવાસસ્થાને જઈ શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. આ તકે હેમાંગ આચાર્યએ ડો.ચિન્મય પંડ્યા તેમજ અમરેલી જિલ્લા ગાયત્રી પરિવારનો આભાર માન્યો હતો.