અમરેલી ખાતે ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ટ્રસ્ટી મંડળ અને આગેવાનોની એક બેઠક મળી હતી જેમાં જિલ્લા કન્વીનર તરીકે ખોડલધામના ટ્રસ્ટી, ઝોન અધ્યક્ષ એવા રમેશભાઈ કાથરોટીયાની નિમણૂક કરવામાં આવી છે. આ તકે રમેશભાઈએ જણાવ્યું હતું કે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા અમરેલી જિલ્લામાં જે કંઈ કાર્યો કરવાના છે તે પૂરા કરવાનો પ્રયાસ કરીશ. આ તકે ટ્રસ્ટી વસંતભાઈ મોવલીયા, ભૂપતભાઈ ભુવા, દેવચંદભાઈ કપોપરા, સુરેશભાઈ દેસાઈ, કાળુભાઈ સુહાગીયા, સરલાબેન ગજેરા સહિતના આગેવાનો, તાલુકાના કન્વીનરો સહિત ખોડલધામના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.







































