કમોસમી વરસાદને કારણે ખેડૂતોને સહાય આપવા માટે
જિલ્લાનાં દરેક તાલુકાઓમાં પ્રતિક ધરણાનો કાર્યક્રમ યોજાશે
અમરેલી જિલ્લામાં છેલ્લા સાત દિવસથી કમોસમી વરસાદ પડતો હોવાથી ખેડૂતોનો મહામૂલો પાક નષ્ટ થઈ જતા ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેડૂતો રાજય સરકાર સમક્ષ મદદની ગુહાર લગાવી રહ્યા છે. ખેડૂતોની આ વેદના સરકાર સુધી પહોંચે તે માટે હવે અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ મેદાનમાં આવી છે. કમોસમી વરસાદને લઈ ખેડૂતોને સહાય મળે તે માટે અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિએ માંગણી કરી છે કે, સત્વરે લીલો દુષ્કાળ જાહેર કરવો, ખેતીનું પાક ધિરાણ માફ કરવુ, કૃષિ ઉપજાની વિદેશી આયાત બંધ કરવી, પાક નુકસાનીનું તાત્કાલિક વળતર આપવું, કૃષિ ઉપજાના તમામ કરવેરા દૂર કરવા, નકલી ખાતર બિયારણ ઉપર તવાઈ લાવવી, પાણી પત્રકની સરકારી રાહે નોંધ કરવી, ખેતઓજારો રાહતદરે ઉપબ્લધ કરાવવા, નકલી દૂધ ઉત્પાદનો ઉપર અંકુશ લાવવો, સેટેલાઈટથી જમીન માપણી રદ કરાવવી, પશુચારાની વ્યવસ્થા કરવી સહિતના મુદે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિવિધ તાલુકાઓમાં ધરણા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા. ૩ નવેમ્બરે સવારે ૯ થી ૧ર અતિથિગૃહ પાસે વડીયા, બપોરે ર થી પ સરદારચોક બગસરા, તા.૪ નવેમ્બરે સવારે ૯ થી ૧ર નાના બસસ્ટેન્ડ પાસે, મુ.ધારી, બપોરે ર થી પ મામલતદાર કચેરી પાસે, મુ.ખાંભા, તા.૦૭ નવેમ્બરે સવારે ૯ થી ૧ર કડવા પટેલ સમાજ પાસે, મુ.લાઠી, બપોરે ર થી પ પેટ્રોલપંપ પાસે, ખાખરીયા રોડ, મુ.બાબરા, તા.પ નવેમ્બરે સવારે ૯ થી ૧ર આંબેડકર સર્કલ, મુ.રાજુલા, બપોરે ર થી પ મામલતદાર કચેરી પાસે, મુ.જાફરાબાદ, તા.૮ નવેમ્બરે સવારે ૯ થી ૧ર રાજકમલ ચોક, મુ.અમરેલી રાખેલ છે.









































