અમરેલી જિલ્લા કોંગ્રેસ સંગઠનમાં જરૂરી સુધારા કરવા માટે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતને અમરેલી જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ સંદીપ ધાનાણીએ રજૂઆત કરી છે. તેમણે જણાવ્યુ છે કે, જિલ્લા સંગઠનમાં કાર્યપદ્ધતિમાં બદલાવ કરવાની અત્યંત આવશ્યકતા છે. વીતેલા વર્ષોમાં પાર્ટીનો દેખાવ સાવ કંગાળ રહ્યો છે. વર્ષ ર૦ર૦-ર૧ માં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ નિરાશાજનક રહ્યા હતા ત્યારબાદ રર- માં વિધાનસભામાં અને હાલ લોકસભા ર૦ર૪માં પરિણામોએ જિલ્લાના કોંગ્રેસ પક્ષના કાર્યકરોને નિરાશ કરી દીધા છે. ત્યારે જિલ્લા કોંગ્રેસ
સમિતિના પ્રમુખ તરીકે સંગઠનને મજબુત બનાવવા પાયાના કાર્યકરો તેમજ મતદાતાઓ વચ્ચે જઈ પાર્ટીને ઉર્જાવાન અને અડીખમ બનાવો તેવી રજૂઆત કરી છે.