લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારી મળી હતી. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય શ્રીમતી ચંદ્રિકાબેન ચુડાસમા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કારોબારી મિટિંગમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાત, પૂર્વ ધારાસભ્ય અને નેતા વિપક્ષ પરેશભાઈ ધાનાણી, પૂર્વ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર, પૂર્વ ધારાસભ્ય ઠાકરશીભાઈ મેતલિયા, પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી.કે. રૈયાણી તથા શંભુભાઈ દેસાઈ સહિત જિલ્લાભરના કોંગ્રેસ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત શહેર તથા જિલ્લાની વિવિધ સમિતિના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસ કાર્યકરોને આગામી લોકસભાની ચૂંટણી માટે ખૂબ જ ટૂંકો સમય રહ્યો હોય આક્રમકતાથી કામે લાગી જવા હાકલ કરવામાં આવી હતી.