અમરેલી જિલ્લા કાંગ્રેસ માઈનોરીટી ડિપાર્ટમેન્ટના નવા ચેરમેન તરીકે જમાલભાઈ પીરાભાઈ સરવૈયાની નિમણૂક થઈ છે. ગુજરાત પ્રદેશ કાંગ્રેસ માઈનોરીટી ડિપાર્ટમેન્ટના ચેરમેન વજીરખાન પઠાણે આ નિમણૂક કરી છે. આ નિર્ણય ઓલ ઈન્ડિયા કાંગ્રેસ માઈનોરીટી ડિપાર્ટમેન્ટના ચેરમેન અને રાજ્યસભા સાંસદ ઇમરાન પ્રતાપગઢીની સૂચના અને ગુજરાત પ્રદેશ કાંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલની ભલામણ પર લેવામાં આવ્યો છે.