જિલ્લા સેવા સદન અમરેલી ખાતે જિલ્લા કલેક્ટર  વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી  પરિમલ પંડ્‌યા, સુપર ન્યુમરરી આસિસ્ટન્ટ કલેકટર અતુલ સિંઘ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે જિલ્લા કલેક્ટરે જિલ્લાની પાણી પુરવઠા યોજનાઓ, નલ સે જલ યોજના અન્વયે પૂર્ણ થયેલી કામગીરીનો અહેવાલ મેળવ્યો હતો. ઉપરાંત જે કામગીરી પ્રગતિ હેઠળ છે તે બાબતે સમીક્ષા હાથ ધરી હતી. આ કામગીરી અંતર્ગત જિલ્લાના ૨,૫૮,૨૧૯ ઘરને નળ કનેક્શન આપવામાં આવ્યા છે. જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠકમાં વાસ્મોના અધિકારી, અન્ય સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.