અમરેલી જિલ્લા કલેકટર દ્વારા અબોલ જીવ માટે પાણી તેમજ ખોરાકની વ્યવસ્થા કરવા સ્વયંભુ લોકો જોડાય તેવી અપીલ કરવામાં આવી. વૃંદાવન ગૌસેવા ટ્રસ્ટ એનિમલ હેલ્પલાઇન દ્વારા જિલ્લા કલેક્ટર ઓફિસ ખાતે કલેક્ટર અજય દહીયાના હસ્તે પક્ષીના માળા તેમજ પાણીના કુંડા તેમજ ચણ માટે કુંડા મુકવામાં આવ્યા હતા. અમરેલી જિલ્લામાં ધોમખતા તાપમાં અબોલ જીવ માટે ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડના અનુરોધના અનુસંધાને વૃંદાવન ગૌસેવા ટ્રસ્ટ એનિમલ હેલ્પલાઇન અમરેલી દ્વારા જિલ્લા કલેક્ટર અજય દહીયાના હસ્તે જિલ્લા કલેક્ટર ઓફિસ ખાતે અબોલ જીવ માટે પાણીના કુંડા તેમજ પક્ષીના માળા મુકવામાં આવ્યા હતા.