અમરેલી જિલ્લામાં જિલ્લા કલા મહાકુંભ તાજેતરમાં જ યોજાઈ ગયો હતો. આ કલા મહાકુંભમાં સાવરકુંડલાની દિકરીએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. સાવરકુંડલા ગામે રહેતી સૌમ્યા ધવલકુમાર મોણપરાએ સતત છેલ્લાં બે વર્ષથી ભરત નાટયમમાં પ્રથમ નંબર મેળવી મોણપરા પરિવારનું ગૌરવ વધાર્યુ છે. સૌમ્યા સતત છેલ્લાં બે વર્ષથી જિલ્લા કલા મહાકુંભમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી રહી છે. જેથી શાળા પરિવારે સૌમ્યાને અભિનંદન પાઠવ્યા છે. સાવરકુંડલાની દિકરી ભરત નાટ્યમમાં અનેક ઉંચાઈઓ સર કરે તે માટે શુભેચ્છાઓ આપવામાં આવી હતી.