તા. ૯ના રોજ અમરેલી ન્યાય મંદિર તેમજ અમરેલી જિલ્લાની તમામ તાલુકા કોર્ટોમાં નેશનલ મેગા લોકઅદાલત કાર્યક્રમનુ આયોજન અમરેલી જિલ્લાના પ્રિન્સીપાલ એન્ડ ડિસ્ટ્રી.સેશન્સ જજ તથા કાનૂની સેવા સત્તા મંડળ, અમરેલીના અધ્યક્ષ એમ. જે પરાશરના વડપણ અને માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યુ હતું. આ નેશનલ લોક અદાલતમાં કુલ ૪૬૦૩ કેસ ફેસલ થયા જેમાં ૧૦૯૬ પ્રિ લીટીગેશનના કેસ તેમજ પ્રિ લીટીગેશનમાં રૂ.૮૦,ર૩,૪પપ ની જે તે સંસ્થાઓને એક દિવસમાં રિકવરી થયેલી હતી. તેમજ સ્પેશિયલ સીટીંગ નીચે વીમા કલેઈમના કેસ તથા બીજા કેસ મળી રૂ.૧૧,૯૩,૮૬,૩૪૩ની રકમનું ચુકવણું થયુ હતુ. આ મેગા લોકઅદાલતને સફળ બનાવવા માટે અમરેલી જિલ્લાના પ્રિન્સી. ડિસ્ટ્રી. એન્ડ સેશન્સ જજ એમ. જે પરાશરના સીધા માર્ગદર્શન હેઠળ તેમજ સ્ટાફ સેક્રેટરી આર. વાય ત્રિવેદીના સંકલનમાં અમરેલી જિલ્લાના તમામ જ્યુડિશિયલ
ઓફિસર અને કોર્ટ સ્ટાફએ જહેમત ઉઠાવી હતી.