અમરેલી જિલ્લા કક્ષાની નેશનલ રૂરલ આઈ.ટી. ક્વીઝ અને સાયન્સ સેમિનાર સંપન્ન થયો હતો. આ સેમિનારમાં કોલેજના પ્રોફેસરો અને શાળાના શિક્ષકોએ હાજરી આપી હતી. જિલ્લા લેવલની રૂરલ આઈ.ટી. ક્વીઝમાં જિલ્લાની વિવિધ શાળાઓનાં ૧પ વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. તેમજ જિલ્લા લેવલના નેશનલ સાયન્સ સેમિનારમાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. આગામી સમયમાં યોજાનાર રાજય કક્ષાની રૂરલ આઈ.ટી. ક્વીઝમાં આ પસંદગી પામેલ ૧પ વિદ્યાર્થીઓ ભાગ લેશે. જયારે નેશનલ સાયન્સ સેમિનારમાં પ્રથમ અને બીજા ક્રમે પસંદગી પામનાર વિદ્યાર્થીઓ અમરેલીનું પ્રભુત્વ કરશે.
આ સેમિનારમાં ડી.ઈ.ઓ. ગોહિલ, ડી.પી.ઈ.ઓ. મીયાણી, શિક્ષણ વિભાગના જી.એમ. સોલંકી સહિતના અધિકારીઓ, શાળાના આચાર્યો, શિક્ષકો સહિતનાઓ હાજર રહ્યા હતા.