અમરેલી જિલ્લા એગ્રો ઈન્પુટસ એસોસિએશનનું વાર્ષિક સંમેલન અમરેલી ખાતે યોજાશે. આગામી તા. ૧૬-૭ ને રવિવારના રોજ સવારે ૯ઃ૩૦ કલાકે અમરેલી સિવિલ હોસ્પિટલ ઓડીટોરીયમ હોલમાં આ સંમેલન યોજાશે. અમરેલી જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી આશરે ૮૦૦ કરતાં વધારે જંતુનાશક દવા, બિયારણ અને ખાતરના વિક્રેતાઓની ઉપસ્થિતિમાં સંમેલન યોજાશે. જેમાં ઓલ ઈન્ડીયા એસોસિએશનના સેક્રેટરી અરવિંદભાઈ ટીંબડીયા અને
નિવૃત્ત કૃષિ વૈજ્ઞાનિકો ડો. એચ.એમ. રાજીપરા તથા ડો. જી.આર. ગોહિલ તેમજ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) ભાવેશભાઈ પીપળીયા અને તળાજા એગ્રો એસોસિએશનના પ્રમુખ વિક્રમસિંહ ગોહિલ ખાસ ઉપસ્થિત રહેશે. આ સંમેલનમાં સ્પોન્સર તરીકે સીન્જેન્ટા ઈન્ડીયા પ્રા.લી. ના મુકેશ શુક્લા તેમની ટીમ સાથે હાજર રહી સૂચના અને માર્ગદર્શન આપશે. આ તકે એસોસિએશનના પ્રમુખ રમેશભાઈ કાથરોટીયા, મેહુલભાઈ ધોરાજીયા (ઉપપ્રમુખ), મંત્રી-ભાવેશભાઈ આરદેસણા, સહમંત્રી કાનજીભાઈ લાખાણી ઉપરાંત ગુજરાત ફેડરેશનના સભ્યો કિરણભાઈ પટેલ, પ્રણવભાઈ વીરાણી અને નરેશભાઈ કુંજડીયા હાજર રહેશે. તેમ અમરેલી જિલ્લા એગ્રો ઈન્પુટ એસો. ના પ્રમુખ રમેશભાઈ કાથરોટીયાની યાદીમાં જણાવાયું છે.