અમરેલી જિલ્લા આમ આદમી પાર્ટી કાર્યાલય ખાતે જિલ્લા પ્રભારી શરદભાઇ લાખાણીના અધ્યક્ષસ્થાને સંગઠન બેઠક મળી હતી. જેમાં જિલ્લાના આપના તમામ હોદ્દેદારો, તમામ તાલુકા અને શહેરના પ્રમુખ, મહામંત્રીઓ, વિવિધ ફ્રન્ટલના પ્રમુખ, મહામંત્રીઓ હાજર રહ્યા હતા. આ તકે શરદભાઇ લાખાણીએ હોદ્દેદારો તથા કાર્યકરોને સંગઠન બાબતે જરૂરી સૂચનાઓ આપી ચર્ચા કરી હતી. તેમ નિકુંજભાઇ સાવલીયાની યાદીમાં જણાવાયું છે.