અમરેલી જિલ્લામાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે પ્રતિબંધાત્મક આદેશ કરતું જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું હતું. જિલ્લામાં આગામી દિવસોમાં કાયદો અને વ્યવસ્થા તેમજ જાહેર સુલેહ-શાંતિ જળવાઈ રહે તે હેતુથી અમરેલી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામુ ૨૩ નવેમ્બર સુધી અમલી રહેશે.જિલ્લામાં સભા-સરઘસ, હથિયારબંધી, છટાદાર ભાષણ આપવા અને કોઈપણ સ્ફોટક પદાર્થો લઈ જવા સહિતની બાબતો પ્રતિબંધિત રહેશે.આ ઉપરાંત વ્યક્તિઓ અથવા તેના શબ તેમજ આકૃતિઓ ઉપરાંત પૂતળા દેખાડવાની, લોકોએ બૂમ પાડવાની, ગીતો ગાવાની તથા વાદ્ય વગાડવાની મનાઈ છે. ઉપરાંત જિલ્લામાં સંબંધિત સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટની પરવાનગી સિવાય કોઈ સભા મંડળી ભરવાની કે પછી સરઘસ કાઢવાની મનાઈ છે.તેમજ સંબંધિત તાલુકા એક્ઝિક્યુટીવ મેજીસ્ટ્રેટની પૂર્વ મંજૂરી વગર લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે કાર્યવાહીના આદેશ કર્યા હતા.