અમરેલી જિલ્લામાં માઇગ્રેટેડ લોકોને બાદ કરતા કુલ ૯૮ ટકા લોકોએ પ્રથમ ડોઝ અને ૮ર ટકા લોકોએ કોરોના રસીનો બીજા ડોઝ લઇ લીધો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાજેતરમાં કોરોના પ્રતિરોધક વેક્સિન આપવા મેગા વેક્સિનેશન ડ્રાઇવનું આયોજન કરાયું હતું. જેમાં ૩૦ હજારથી વધુ લોકોને રસીકરણ કરાયું હતું. જિલ્લાના મોટા પ્રમાણમાં લોકો અમદાવાદ, વડોદરા અને સુરત જેવા મહાનગરો તેમજ અન્ય જિલ્લામાં વસવાટ કરતા હોવાથી મત ગણતરીની વસ્તી મુજબ વેક્સિનેશનનો આંકડો ઓછો છે. પરંતુ જા જિલ્લાની બહાર વસવાટ કરતા માઇગ્રેટેડ લોકોને બાદ કરતા આંકડાઓ પર નજર કરવામાં આવે તો જિલ્લામાં ૯૮ ટકા લોકોએ પ્રથમ ડોઝ અને ૮ર ટકા લોકોએ બીજા ડોઝ લઇ લીધો છે.