અમરેલી જિલ્લામાં પોલીસે ૬ સ્થળેથી ૨૭ શકુનીને ઝડપી પાડ્‌યા હતા. ખાંભાના લાસા ગામની સીમમાંથી સાત ઇસમો જાહેરમાં હાથબત્તી(ટોર્ચ)ની લાઇટના અજવાળે હારજીતનો તીનપત્તીનો જુગાર રમતાં રૂ. ૧૪,૨૬૦ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. જામકા ગામની સીમમાંથી પાંચ ઈસમો રોકડા ૧૨,૪૫૦ સાથે રેઇડ દરમિયાન પકડાયા હતા. લાઠી ટાઉનમાં કેરીયા રોડ ખોડીયારનગરમાંથી ચાર ઇસમો સ્ટ્રીટ લાઇટના અજવાળે કુંડાળુ વળી જાહેરમાં જુગાર રમતાં રોકડા ૧૦,૧૫૦ના મુદ્દામાલ સાથે પકડાયા હતા. પાડરશીંગા ગામેથી ચાર શખ્સો બાવળ નીચે પૈસા-પાના વડે હારજીતનો જુગાર રમી રમતાં રોકડા ૪૦૭૦ના મુદ્દામાલ સાથે મળી આવ્યા હતા. બાબરામાંથી પાંચ ઈસમો તીનપત્તીનો જુગાર રમતાં રોકડા ૨૭૦૦ સાથે ઝડપાયા હતા.
અમરેલીમાં બહારપરામાં વેલનાથ મંદિર પાસે જાહેરમાં જુગાર રમતાં બે ઇસમો રોકડા ૨૨૪૦ સાથે ઝડપાયા હતા.