ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) પ્રવેશસત્ર ૨૦૨૫ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની અંતિમ તારીખ ૩૦ જૂન, ૨૦૨૫ છે. ઉમેદવારોની સુવિધા માટે, ૨૮ અને ૨૯ જૂન, ૨૦૨૫ (શનિવાર અને રવિવાર) ના રોજ રજા હોવા છતાં, અમરેલી જિલ્લાની તમામ ૧૨ ITI સંસ્થાઓ કાર્યરત રહેશે. આ સંસ્થાઓ ખાતે ઉમેદવારોને વિનામૂલ્યે ફોર્મ ભરી આપવામાં આવશે. દરેક વિદ્યાર્થીને માસિક રૂ.૫૦૦ શિષ્યવૃત્તિ, દૂરથી આવતા તાલીમાર્થીઓ માટે બસ ટ્રાન્સપોર્ટની સુવિધા, રોજગારી તેમજ સ્વરોજગારી માટે બેંકેબલ લોન સબસિડી યોજનાનો લાભ અને મહિલા તાલીમાર્થીઓને વિદ્યાસાધના સહાય યોજના હેઠળ સાયકલ સહાય જેવા વિવિધ લાભો પણ મળવાપાત્ર છે.