અમરેલી જિલ્લામાં ૭ જૂન, ૨૦૨૫ના રોજ બકરી ઈદના તહેવારને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા જાહેર સુલેહ-શાંતિ જળવાય રહે તે હેતુથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામું અમરેલી જિલ્લામાં ૧૧ જૂન, ૨૦૨૫ સુધી અમલી રહેશે. જાહેરનામા અનુસાર, જિલ્લામાં સભા-સરઘસ, હથિયારબંધી, છટાદાર ભાષણો અને કોઈપણ સ્ફોટક પદાર્થો લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત, કોઈ વ્યક્તિ અથવા તેના શબ કે આકૃતિઓ/પૂતળાં દેખાડવા, બૂમ પાડવી, ગીતો ગાવા અને વાદ્ય વગાડવાની પણ મનાઈ છે. સંબંધિત અધિકારીઓની પૂર્વ મંજૂરી વિના સભા કે સરઘસ કાઢી શકાશે નહીં, તેમજ લાઉડ સ્પીકર વગાડવા પર પણ પ્રતિબંધ છે.










































