રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં નદી, ચેકડેમ, તળાવ, જળાશયો ખાલી થતાં જળ સંગ્રહ વધે તે માટે માટી-મોરમ, ટાંચ ઉપાડવાની મંજૂરી આપવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા પરિપત્રની મુદ્દત તા.૩૧/૦પના રોજ પુરી થતી હોય ત્યારે આ મુદ્દત વધારવા માટે પૂર્વમંત્રી બાવકુંભાઇ ઉંધાડ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને,
કૃષિમંત્રીને લેખિતમાં રજૂઆત કરી હજુ ચોમાસાને વાર હોય ત્યારે આ મુદ્દત વધારવામાં આવે તે અંગેનો પત્ર પાઠવ્યો હતો. જેથી રાજ્ય સરકાર દ્વારા પૂર્વમંત્રી બાવકુંભાઇ ઉંધાડની રજૂઆતને ધ્યાને લઈ ખેડૂતોના હિતમાં નદી, ચેકડેમમાંથી, માટી-મોરમ ઉપાડવાની મુદ્દત ૧પ જૂન સુધી વધારવામાં આવી છે. જેથી હવે ખેડૂતો ૧પ જૂન સુધી માટી-મોરમ ઉપાડી શકશે. ખેડૂતો પોતાની જમીનનું લેવલીંગ પણ યોગ્ય રીતે કરી શકશે. સરકારે મુદ્દત વધારતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.