અમરેલી જિલ્લામાં હથિયાર રાખવા બદલ અધિક કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં જાહેરનામાનો ભંગ કરવા બદલ ચાર શખ્સો સામે પોલીસે ફરિયાદ નોંધી છે. જેમાં રાજુલામાં વિનુભાઈ ગભરૂભાઈ બારૈયાની વાડીમાં કામ કરતા જયંતિભાઈ સોડાભાઈ ચૌહાણ પાસેથી લાકડી કબ્જે કરી હતી. ખાંભા તાલુકાના ખોડી ગામે રહેતા લલીતભાઈ દેવજીભાઈ લોલીડીયા નામના યુવક પાસેથી પોલીસે લોખંડનો પાઈપ કબ્જે કર્યો હતો. બાબરા તાલુકાના ગળકોટડી ગામે રહેતા વલકુભાઈ તખુભાઈ ખટાણા પાસેથી લાકડી કબ્જે કરી હતી. ચરખા ગામે રહેતા અનિલ ધીરૂભાઈ મોઢવાણીયા પાસેથી લાકડી કબ્જે કરી હતી. પોલીસે તમામ સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી છે.










































