અમરેલીમાં યોજાનારી રાજ્યકક્ષાની ૮૦મી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને વધુ યાદગાર બનાવવા જિલ્લા
વહીવટી તંત્ર અને જિલ્લા માહિતી કચેરી દ્વારા રીલ્સ અને શોર્ટ ફિલ્મ સ્પર્ધાનું આયોજન કરાયું છે. સ્પર્ધામાં અમરેલીની આઠ દાયકાની વિકાસયાત્રા, દેશભક્તિના રંગે રંગાતું અમરેલી તેમજ
રાજ્યકક્ષાની ઉજવણીને કેન્દ્રમાં રાખી કૃતિ તૈયાર કરવાની રહેશે.સ્પર્ધકો ૬૦ સેકન્ડ સુધીની રીલ અથવા ૩ મિનિટ સુધીની શોર્ટ ફિલ્મ મોકલી શકશે. વિજેતાઓને સન્માનપત્ર આપવામાં આવશે તેમજ તેમની કૃતિઓ જિલ્લાની અધિકૃત સોશિયલ મીડિયા પર પ્રસારિત કરવામાં આવશે. રસ ધરાવતા સ્પર્ધકોએ નામ, ઉંમર, મોબાઈલ નંબર અને સરનામા સાથે પોતાની એન્ટ્રી ૫ ઓગસ્ટ, ૨૦૨૬ સુધી ઇ-મેઇલ અથવા જિલ્લા માહિતી કચેરી ખાતે જમા કરાવવાની રહેશે. વધુ માહિતી માટે કચેરીનો સંપર્ક કરવા જણાવાયું છે.








































