અમરેલી જિલ્લામાં છેલ્લાં ત્રણ દિવસથી તાપમાનો પારો સડસડાટ ઉપર ચડતો જાય છે. ભારે ગરમીને કારણે જિલ્લાવાસીઓ ત્રાહીમામ પોકારી ઉઠયા છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ વધારે ગરમી પડવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે. ભારે ગરમીને કારણે શહેરના રસ્તાઓ બપોરના સમયે સુમસામ બની ગયા છે.