રાજયના હવામાન ખાતાએ ગત તા.૩૦થી ર ડીસેમ્બર સુધી કમોસમી વરસાદની આગાહી કરતા અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ અને પવનના સુસવાટાથી અમરેલી જિલ્લાનુ જનજીવન થંભી ગયુ હતુ. ત્રણ દિવસથી ધાબડીયુ વાતાવરણ હોવાથી લોકો ઠંડીમાં ઠુંઠવાયા હતા.
જા કે ત્રણ દિવસ બાદ સૂર્યનારાયણે પ્રકાશ પાથરતા જિલ્લાનુ જનજીવન ફરી ધબકતુ થયુ હતુ અને બજારોમાં લોકોની ચહલપહલ વધુ જાવા મળી હતી.