અમરેલી જિલ્લામાં કાયદો અને સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીઓ માટે મહત્વનું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. હવે એજન્સીના માલિક કે મેનેજર પોલીસને જાણ કર્યા વગર ગાર્ડ, ગનમેન અને સુપરવાઇઝરને નોકરી પર રાખી શકશે નહીં. ભરતી કરાયેલા કર્મચારીઓના બાયોડેટા અને વેરીફિકેશન ફોર્મ સાથે આધારકાર્ડની નકલ રાખવાની રહેશે. પોલીસ વેરીફિકેશન બાદ જ કંપની, ઉદ્યોગ, બેંક, એટીએમ, હોટલ, સોસાયટી, શાળા, કોલેજ સહિતની જગ્યાએ સેવા આપી શકાશે. સંસ્થાઓએ પણ વેરીફિકેશન થયેલા કર્મચારીઓને જ નોકરી પર રાખવાના રહેશે. નિયમનો ભંગ કરનાર એજન્સી માલિક અને સંસ્થા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.









































