અમરેલી જિલ્લામાં વિવિધ તાલુકા મથકોએ અને ગ્રામ્ય સ્તરે ‘આપના દ્વાર આયુષ્યમાન’ હેઠળ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત કાર્ડ કઢાવવા માટે કેમ્પોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વિનામૂલ્યે આરોગ્યલક્ષી સુવિધાઓ માટે અમલમાં મુકવામાં આવેલી આ યોજના માટેના લાભો લેવા માટે કાર્ડ અત્યંત જરૂરી છે. કાર્ડ કઢાવવા અંગેની વધુ માહિતી માટે ગ્રામ પંચાયત કચેરીનો સંપર્ક  સાધવાનો રહેશે. આયુષ્યમાન ભારત યોજના દેશના પ૦ કરોડ જેટલા ગરીબ લોકોની સ્વાસ્થ્ય સુરક્ષાને આવરી લેતી વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજના બની છે.