અમરેલી ખાતે ગુરૂવારે વિધાનસભા નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષ સ્થાને શાંતાબા જનરલ હોસ્પિટલ ઓડિટોરીયમ હોલ-અમરેલી ખાતે વિકાસ સપ્તાહ ઉજવણીનો સમાપન કાર્યક્રમ યોજાયો હતો. અહીં ૭૨ કરોડના ખર્ચે વિવિધ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું. અમરેલી ખાતે સામાન્ય વહીવટ વિભાગ, પંચાયત અને ગ્રામીણ હાઉસિંગ અને ગ્રામીણ વિકાસ વિભાગ, રોડ અને બિલ્ડિંગ વિભાગ, નર્મદા, વોટર રિસોર્સ એન્ડ વોટર સપ્લાય વિભાગ, ઇન્ડસ્ટ્રીઝ અને માઇન્સ વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ કુલ રૂ.૭૨ કરોડથી વધુના ખર્ચે ૨૧૨૯ વિકાસ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુર્હૂત કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૪૫ કરોડથી વધુના ખર્ચે કુલ ૧૨૧૭ નવા વિકાસકામોની કામગીરીનું ખાતમુર્હૂત કરવામાં આવ્યું છે. ઉપરાંત કુલ ૨૧ કરોડથી વધુના ખર્ચે ૯૧૨ જેટલા નવા વિકાસકામોનું લોકાર્પણ કરાયું હતું. સમાપન કાર્યક્રમમાં લાઠી ધારાસભ્ય જનકભાઈ તળાવીયા, જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્‌યા પણ ઉપસ્થિત રહ્યા હતા. શાંતાબા જનરલ હોસ્પિટલ ઓડિટોરીયમ હોલ-અમરેલી ખાતે વિકાસ સપ્તાહ ઉજવણી સમાપન કાર્યક્રમમાં અમરેલી નગરપાલિકા પ્રમુખ બિપીનભાઈ લીંબાણી, જિલ્લા પંચાયત સભ્યો, તાલુકા પંચાયત સભ્યો, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, અમરેલી પ્રાંત અધિકારી મહેશ નાકીયા, જિલ્લા આયોજન અધિકારી ગોહિલ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.