અમરેલી જિલ્લામાં અકસ્માતની બે ઘટનામાં બે લોકો ઘાયલ થયા હતા. લાઠીના ભુરખીયા ગામે રહેતા રતનબેન કરશનભાઇ ગોહીલ (ઉ.વ.૬૦)એ અજાણ્યા ફોર વ્હીલ ચાલક સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, બાઢડા-જાબાળ ગામ વચ્ચે મનુભાઇની હોટલ પાસે તેઓ તથા સાહેદ મોટર સાયકલ લઇને રાજુલા જતી વખતે ચા-પાણી પીવા માટે ઉભા રહ્યા હતા. આ સમયે પાછળથી આવેલા એક અજાણ્યા ફોરવ્હીલ વાહન ચાલકે ટકકર મારી નાની મોટી ઇજાઓ કરી હતી. અકસ્માત સર્જી ચાલક ફરાર થઈ ગયો હતો. બીજા બનાવમાં છાપરી ગામે રહેતા મુકેશભાઇ સામતભાઇ વાઘેલા (ઉ.વ.૩૦)એ જાહેર કર્યા મુજબ, તેઓ પોતાના પરિવારના સભ્યો સાથે પોતાનું મોટર સાયકલ લઇ પોતે ભાગવી રાખેલ વાડીએ ખેતીકામ માટે જતા હતા. બાઇકમાં પેટ્રોલ પુરૂ થઇ જતા તેઓ દોરીને જતા હોય અને પોતાના બાળકો પાછળ ચાલ્યા આવતા હતા. આ દરમિયાન વાહન ચલાકે તેમના સાત વર્ષના દીકરાને ટક્કર મારતા તે ખાળીયામાં પડ્યો હતો. જેથી તેને માથાના પાછળના ભાગે આઠેક ટાંકાની ઇજા થઈ હતી. જે બાદ તેમને તથા તેના પુત્રને વિજપડી ગામે ઉતારી નાસી ગયો હતો.






































