હવામાન વિભાગ અનુસાર અરબી સમુદ્રમાં લો પ્રેશરના કારણે તા.૧૭ થી તા.૧૯ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ પડવાની અને વાદળછાયુ વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે અમરેલી શહેર સહિત અમુક તાલુકાઓમાં દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. જિલ્લામાં અમુક સ્થળોએ હળવા છાંટા પડ્યા હતા અને લોકોએ શિયાળામાં બેવડી ઋતુનો અનુભવ કર્યો હતો.