અમરેલી જિલ્લામાં વાતાવરણમાં ભારે બદલાવ આવ્યો છે અને હવે દિવસના ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. રાત્રિના સમયે પણ હવે લોકો પંખા ચાલુ રાખી સુવા લાગ્યા છે. વાતાવરણમાં અચાનક બદલાવ આવતા વાયરલ ફિવર અને શરદી, ઉધરસના કેસો પણ વધવા લાગ્યા છે.