અમરેલી જિલ્લામાં તંત્ર દ્વારા જાહેરનામુ અમલી હોવા છતાં પોલીસને જાણ કર્યા વગર પોતાની માલિકીની દુકાન, મકાન ભાડે આપનાર તેમજ વાડી ખેતરોમાં મજૂરોને કામે રાખી પોલીસ મથકમાં જાણ ન કરનાર શખ્સો સામે પોલીસે ગુનો નોંધી આગળની ધોરણસરની કડક કાર્યવાહી હાથ ધરી છે. તાજેતરમાં ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ અને યુધ્ધની સ્થિતિ ઉભી થઇ હતી. જેને પગલે રાજ્યમાં ગેરકાયદે વસવાટ કરતા લોકો સામે કાર્યવાહી કરાઇ હતી. અમરેલી જિલ્લામાં પણ જાહેરનામુ અમલમાં હોય અને પોલીસને જાણ કર્યા વગર કોઇને પણ દુકાન, મકાન ભાડે ન આપવા તેમજ વાડી ખેતરોમાં કામે રાખેલા મજૂરોની પણ પોલીસને જાણ કરવા જણાવાયું હોવા છતાં અનેક લોકો જાહેરનામાનો ભંગ કરી રહ્યાં છે.