અમરેલી જિલ્લામાં આજે વધુ ૧૧,૮૦૬ લોકોએ કોરોનાની રસી લઇ લીધી છે. આ રીતે અત્યાર સુધીમાં વેક્સિનેશનનો આંકડો ૧૬.૭૦ લાખને પાર થઇ ચૂક્યો છે. જેમાં પ૧૭ ગામોમાં ૧૦૦% રસીકરણ પૂર્ણ થઇ ગયું છે. આજે કરાયેલ વેક્સિનેશન કામગીરીમાં અમરેલી તાલુકામાં ૯૮૧, બાબરામાં ૧૦૬૧, બગસરામાં ૪ર૪, ધારીમાં ૧૬ર૦, જાફરાબાદમાં ૧૦૭૮, ખાંભામાં ૮પર, કુંકાવાવમાં ૭૮૮, લાઠીમાં ૧૩૦ર, લીલીયામાં ૩૦૪, રાજુલામાં ૧૪ર૧ તથા સાવરકુંડલામાં ૧૯૭પ લોકોએ રસી મુકાવી હતી.
જ્યારે આજે જિલ્લામાં ૧૧૯૮ લોકોના કોવિડ-૧૯ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં સૌથી વધુ અમરેલી તાલુકામાં ર૪પ લોકોનો કોરોના ટેસ્ટ કરાયો હતો.