અમરેલી જિલ્લામાં હથિયાર સંબંધિત અધિક કલેકટરનું જાહેરનામુ બહાર પડ્યુ છે. જેથી જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ચમારડી ગામે રહેતા દલકુ બાબુ ચારોલીયા પાસેથી લાકડી, બાબરામાં અજય ભીખુ વણોદિયા પાસેથી લાકડી, રાજુલાના કોટડી ગામે રહેતા કનુ ભુપતભાઈ બારૈયા પાસેથી લોખંડનો પાઈપ, અમરેલીમાં મહેબુબ અલારખ મજેઠીયા પાસેથી લાકડાનો ધોકો, રણજીત ભુપતભાઈ રાઠોડ પાસેથી એક છરી, રાજુલામાંથી કમલેશ નરેશભાઈ વાણવી પાસેથી વાંસની લાકડી પોલીસે કબજે કરી હતી. જાહેરનામાનો ભંગ કરી પોતાની પાસે લાકડી, પાઈપ રાખવા બદલ પોલીસે આ ઈસમો સામે જાહેરનામાના ભંગની ફરિયાદ નોંધી હતી. પોલીસે જાહેરનામાનો ભંગ કરવા બદલ કડક કાર્યવાહી કરતા આવા ઈસમોમાં ફફડાટ ફેલાયો છે.