કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી લગ્ન જેવા પ્રસંગો પર બ્રેક લાગી હતી. ત્યારે હાલમાં કોરોના હળવો બનતા સરકારી ગાઈડલાઈન અનુસાર લગ્ન પ્રસંગો સહિતનું આયોજન થઈ રહ્યું છે. જિલ્લાભરમાં લગ્નની સિઝન પુરજાશમાં ખીલી ઉઠી છે. જેને કારણે લોકો ભારે ઉત્સાહ સાથે કપડા, કટલેરી, બ્યુટીપાર્લર, ફુલ સહિતની લગ્નસરાની ખરીદી કરી રહ્યા છે. જેના કારણે છેલ્લા બે વર્ષથી મંદીના મારનો સામનો કરી રહેલા વેપારીઓના ચહેરા પર રોનક આવી છે. લગ્નસરાની સિઝનના કારણે બજારમાં ટ્રાફિક જાવા મળી રહ્યો છે.