ભારતીય ડાક વિભાગ દ્વારા તા.૨૬ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ ગુજરાત પરિમંડલમાં ૭૬માં ગણતંત્ર દિવસ નિમિત્તે એક ખાસ કાર્યક્રમ યોજાશે. અમરેલી જિલ્લાની દરેક પોસ્ટ ઓફિસમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાની સાથે ડાક ચોપાલનું પણ આયોજન છે. કેન્દ્રીય સેવાઓની સાથે રાજ્ય કક્ષાની વિવિધ સામાજિક અને કલ્યાણકારી યોજનાઓનો લાભ પણ એક જ સ્થળે મળી શકશે. ‘સરકારી સેવાઓ તમારા દ્વારે’ હેઠળ નાણાકીય સેવાઓ, વીમા, પેમેન્ટ બેંક સેવાઓ, ડીબીટી, ઈ-કોમર્સ, નિકાસ સેવાઓ સહિતની તમામ નાગરિક કેન્દ્રિત સેવાઓ વિશે
જાગૃત્તિ ફેલાવીને લોકોને લાભ આપવામાં આવશે. તેમ અમરેલી ડિવીઝન ડાકઘરના અધિક્ષકે એક યાદીમાં જણાવ્યું છે.