રાજ્ય સરકાર દ્વારા ફિટ ઇન્ડયા, ફિટ ગુજરાત સાયક્લોથોનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં અમરેલી જિલ્લામાં પણ સાયકલ રેલીનું જિલ્લા તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. ડીડીઓ દિનેશ ગુરવ, જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જયેશ પટેલના હસ્તે સાયકલ રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ સાયક્લોથોનમાં ડોક્ટરો, વિદ્યાર્થીઓ, સરકારી કર્મચારીઓ અને બાળકો મળી ૧૪૮૦ લોકોએ ભાગ લીધો હતો.