અમરેલી જિલ્લામાં આગામી તા.૧૯ ના રોજ યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણીને લઇ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ એક મતદાન બુથ પર એક પ્રિસાઇડીંગ ઓફિસર, બે પોલીંગ કર્મચારી, એક મહિલા કર્મચારી અને એક પટાવાળા મળી કુલ પાંચ કર્મચારી ફરજ બજાવશે. જિલ્લાના ૮૩૩ મતદાન બુથ પર પ૦૦૦ જેટલાં કર્મચારીઓ ચૂંટણીની કામગીરીમાં જાડાશે. તો જિલ્લામાં ર૦૦૦ જેટલાં પોલીસ કર્મચારીઓ ચૂંટણી બંદોબસ્તમાં જાડાશે. ગ્રા.પં.ચૂંટણીમાં ૧પ૦૦ જેટલી મતપેટી વાપરવામાં આવશે. ચૂંટણીમાં રોકાયેલ કર્મચારીઓને તા.૧૮ના રોજ મતપેટી સોંપવામાં આવશે.