અમરેલી જિલ્લામાં મિશન સુપોષિત શિશુ અંતર્ગત કુપોષિત બાળકોનો દર ઘટાડવા માટે કુપોષિત બાળકોને દત્તક લઈ સુપોષિત કરવા માટેના મિશનની શરૂઆત કરવામાં આવી છે. જેમાં સુપરવાઈઝરો દ્વારા દત્તક લીધેલા બાળકોની માતાને લેચીંગ અને ક્રોસ કેડલ ફિડિંગ પદ્ધતિ શીખવવામાં આવશે. જેના ભાગરૂપે અમરેલીમાં હેલ્થ કચેરી ખાતે આરોગ્ય સ્ટાફને તાલીમ આપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ પદ્ધતિની સમજણ માતાને બાળકના જન્મ પહેલા જ આપવામાં આવશે. જેથી બાળકના જન્મ થયે તેનું તુરંત અનુકરણ કરી શકાય તેમજ સમયાંતરે સુપરવાઈઝર દ્વારા વિઝીટ કરવામાં આવશે. મિશન સુપોષિત શિશુનું મોનિટરીંગ અને રિપો‹ટગ ડા. આર.કે.જાટ અને ડા. હેતલબેન કુબાવત દ્વારા કરી કામગીરીને સફળ બનાવવા માટેના પ્રયત્નો હાથ ધરવામા આવ્યા છે.